About Me

પરિચય

મારું નામ પ્રેમલ સિંહ પુંજાજી ગોલ છે. બેચલર ઓફ આર્ટસ (BA) સુધી મારો અભ્યાસ છે. હું બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલો છું તથા હાલમાં હું ગાંધીનગર મહાનગર ના ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સંભાળું છું. 

મારા પિતાજી સ્વ. શ્રી પુંજાજી મનુભા ગોલ પ્રાથમિક શાળાના આચાર્ય હતા. તેમણે ગાંધીનગરના ધોળાકુવા ઇન્દ્રોડા અને વાવોલની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. 

 શિક્ષણની સાથે ધાર્મિક તથા લોકસેવાના સંસ્કાર મારા પિતાજી પાસેથી અમને વારસામાં મળ્યા છે. આથી અમારો પરિવાર ધાર્મિક અને સામાજિક સેવાઓ કરવામાં હંમેશા તત્પર રહે છે. 

ધાર્મિક પ્રવૃત્તિ : 

સેક્ટર પાંચ ગાંધીનગર ખાતે શ્રી મહાકાલી માતાજીના મંદિરના નિર્માણમાં અમારા પરિવારે ખૂબ મોટો લાભ લીધો છે અને શ્રી મહાકાલી માતાજી સેવા ટ્રસ્ટ (સેક્ટર 5/B) ના પ્રમુખ તરીકે હું સેવા આપી રહ્યો છું. 

ગાંધીનગર શહેરના સેક્ટર 5 વિસ્તારમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવાનો અવસર વર્ષો વર્ષથી અમને પ્રાપ્ત થાય છે. અહીં પરંપરાગત શેરી ગરબાઓનું ભવ્ય આયોજન થતું હોવાથી મોટી સંખ્યામાં આસપાસ તેમજ દૂરના વિસ્તારના લોકો પાર્ટી પ્લોટના મોંઘા આયોજનમાં જવાને બદલે અમારે ત્યાં ભક્તિભાવથી જોડાય છે. 

સામાજિક પ્રવૃત્તિ :

વાવોલ, ગાંધીનગરમાં શ્રી કમલા પુંજ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કામગીરી કરવાની તક પણ મને મળી છે. આ ટ્રસ્ટ અંતર્ગત અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, નોટબુકો, ટ્યુશન ફી, ગણવેશ ઈત્યાદી જરૂરિયાતો ઉપલબ્ધ કરાવીએ છીએ. 

છેલ્લા ઘણા વર્ષોથી શ્રી કમલા પુંજ ચેરીટેબલ ટ્રસ્ટ વૃદ્ધો, અશકતો તેમજ જરૂરિયાત મંદોને ઘર સુધી નિઃશુલ્ક ટિફિન સેવા આપી રહ્યું છે. 

અમારા આ ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારી દરમિયાન સતત 20 દિવસ સુધી વાવોલ તેમજ આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ભોજન સેવા પૂરી પાડી હતી.

વિશ્વ કલ્યાણ અર્થે અમારા પરિવાર દ્વારા વિવિધ તીર્થસ્થાનોમાં ધાર્મિક આયોજનો જેવા કે, અંબાજીમાં કોટીયાગ, હરિદ્વારમાં ભાગવત કથા તથા અતિરુદ્ર યજ્ઞ તેમજ કાશી વિશ્વનાથ ખાતે અતિરુદ્ર યજ્ઞ, શ્રી ચેહર માતાજી મંદિર ગાંધીનગર ખાતે બે વખત કોટિયાગ તેમજ શ્રી મહાકાળી માતાજી મંદિર ગાંધીનગર ખાતે એક વખત દેવી ભાગવત કથા તથા રામદેવરા રાજસ્થાન ખાતે વિષ્ણુયાગ વગેરે ધાર્મિક કાર્યો કરવાનો મહાન લાભ અમને મળ્યો છે. 

સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન તથા શ્રી રાજપુત સમાજ સમૂહ લગ્ન, ખેલકૂદ રમત ગમતના આયોજનો તેમજ કુદરતી આફતો વખતે રાહત કાર્યો વગેરે સત્કાર્યો કરવામાં લક્ષ્મીનો સદુપયોગ કરવો, સહયોગ કરવો એ અમારી નેમ છે.  

ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને ગાંધીનગર મહાનગરના ડેપ્યુટી મેયર તરીકેની મારી ફરજ દરમિયાન ગાંધીનગર શહેરના વિકાસના કાર્યો, સ્વચ્છતા અને આરોગ્યની બાબતો અને સ્માર્ટ સિટી તરફ કુચ કદમ વગેરે માટે સતત પ્રયત્નશીલ છું. 

જય માતાજી

શ્રી મહાકાલી માતાજી સેવા ટ્રસ્ટ (સેક્ટર 5/B) ગાંધીનગર

સેક્ટર પાંચ ગાંધીનગર ખાતે શ્રી મહાકાલી માતાજીના મંદિરના નિર્માણમાં અમારા પરિવારે ખૂબ મોટો લાભ લીધો છે અને શ્રી મહાકાલી માતાજી સેવા ટ્રસ્ટ (સેક્ટર 5/B) ના પ્રમુખ તરીકે હું સેવા આપી રહ્યો છું. 

ગાંધીનગર શહેરના સેક્ટર 5 વિસ્તારમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવાનો અવસર વર્ષો વર્ષથી અમને પ્રાપ્ત થાય છે. અહીં પરંપરાગત શેરી ગરબાઓનું ભવ્ય આયોજન થતું હોવાથી મોટી સંખ્યામાં આસપાસ તેમજ દૂરના વિસ્તારના લોકો પાર્ટી પ્લોટના મોંઘા આયોજનમાં જવાને બદલે અમારે ત્યાં ભક્તિભાવથી જોડાય છે. 

न राज्यं न पौरुषम् न विद्या न धन तद्ग्यदक सौजन्य भूषणम् ||

હજારો પ્રશ્ન છે જિંદગીના પણ જવાબ એક જ છે, “થઈ જશે”

my elder brother

Ambusinh Gol

Chairman, Akash infra-Projects Ltd. Gandhinagar.

 Managing Trustee, Shree Kamlapunj Charitable Trust,

Commenter Info with Text

Reveal the information of commenters with text of their feedback. Use customer testimonials to convince the audience to perform the action.

Even the all-powerful Pointing has no control about the blind texts it is an almost unorthographic life One day however a small line of blind text by the name of Lorem Ipsum decided to leave for the far World of Grammar. The Big Oxmox advised her

Shams W.Pawel Founder & CEO of XpeedStudio